લારી અને ફેરિયાઓ માટે ૧૦ હજારની લોનની સહાય

કેન્દ્ર સરકાર દ્વારા લારી અને ફેરિયાઓ માટે ૧૦ હજારની લોનની સહાય આપવામાં આવશે. જે PM Svanidhi યોજના તરીકે ઓળખાય છે જેનુ પુરુ નામ પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નીધી છે. જેની અરજી ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે ની લિંક https://pmsvanidhi.mohua.gov.in/ છે.

આ અરજી કોણ કરી શકશે. 

શેરી વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવતી વસ્તુઓ જેમાં શાકભાજી, ફળો, તૈયાર સ્ટ્રીટ ફૂડ, ચા, પકોરા, બ્રેડ, ઇંડા, વસ્ત્રો, એપરલ, ફૂટવેર, હસ્તકલાની વસ્તુઓ, પુસ્તકો / સ્ટેશનરી વગેરેનો સમાવેશ થાય છે.  આ સેવાઓમાં બાર્બર શોપ્સ, મોચી, પાન શોપ્સ, લોન્ડ્રી સર્વિસીસ વગેરે શામેલ છે.  કોવિડ -19 રોગચાળા અને સતત વધતા લોકડાઉનને લીધે શેરી વિક્રેતાઓની આજીવિકાને અસર થઈ છે.

અત્યાર સુધીમાં ઓનલાઇન આંકડા મુજબ 262744 એપ્લિકેશન કરવામાં આવી છે. અને 29194 એપ્લિકેશનને મંજૂરી મળી છે.

આ વિશે વધુ માહિતી માટે નીચે આપેલી લિંક પર કરીને વાંચી શકો છો.